ખેડા: જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની રી-એન્ટ્રી, ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતામાં મુકાયા
Kheda, Kheda | Sep 21, 2025 ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે રવિવારે બપોર બાદ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો બપોર બાદ વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ જિલ્લા ભરમાં વરસાદ નોંધાયો હતો.જેમાં મહેમદાવાદ ખેડા કપડવંજ વસો માતર સહિતના વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થતા ખેલૈયાઓ તથા ગરબા આયોજકો ચિંતામાં મુકાયા હતા.