જોડિયા: દરીયાઇ વિસ્તારમા સાગરખેડુઓની જનજાગૃતી તેમજ રાષ્ટ્રહીત માટે સેમીનાર યોજાયો
જામનગર જીલ્લા, જોડિયા ખાતેના રહેતા સાગરખેડુતો ની જનજાગૃતી તેમજ રાષ્ટ્રહીત સેમીનારનુ આયોજન કરવામાં આવેલ હતુ. દરીયાઇ વિસ્તારમા મળી આવતા શંકાસ્પદ શખ્સોની હીલચાલ, બોટો, સંભવિત આતંકવાદી પ્રવૃતીઓ, કૈફી પદાર્થો, વિસ્ફોટક પદાર્થોની હેરાફેરી અટકાવવા, બાળકોના શિક્ષણ સહિતની જાગૃતી માટે માહિતગાર કરેલ તેમજ મરીન ટાસ્ક ફોર્સની કામગીરી વિશે જાણકારી આપવામા આવેલ.