તળાજા: તળાજામાં મોહરમની શ્રદ્ધાભેર ઉજવણી, હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં નીકળ્યો ભવ્ય માતમી જુલુસ
તળાજા શહેરમાં આજે મોહરમ પર્વની શ્રદ્ધા, અકીદત અને ભાઈચારાની ભાવના સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોહરમ માત્ર ધાર્મિક વિધિ પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ કરબલાના શહીદોના ત્યાગ, સત્ય અને માનવતાના અમર સંદેશને જનજન સુધી પહોંચાડતો પર્વ બની રહ્યો. કરબલાની ધરતી પર હજરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓએ અન્યાય સામે આપેલા મહાન બલિદાનને યાદ કરતાં શહેરમાં ભવ્ય પરંપરાગત તાજીયા અને માતમી જુલુસ નીકળ્યો હતો. 'યા હુસૈન'ના ગુંજતા નાદ વચ્ચે હજારો શ્રદ્ધાળુઓ જુલુસમાં જોડા