તળાજા: તળાજા જૈન સમાજમાં પ્રથમ ચક્ષુદાન : સ્વ. મીનાબેન શાહે મૃત્યુ બાદ પણ બે જીવનમાં પાથર્યો પ્રકાશ
તળાજા શહેરમાં માનવસેવા અને પરોપકારનું એક પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. તળાજાના રહેવાસી દેવાંગભાઈ રજનીકાંત શાહના માતૃશ્રી સ્વર્ગસ્થ મીનાબેન રજનીકાંતભાઈ શાહના અવસાન બાદ તેમના પરિવારજનો દ્વારા ચક્ષુદાન કરાવી સમાજને એક અનોખો સંદેશ આપવામાં આવ્યો છે. સ્વ. મીનાબેન શાહે પોતાની હયાતીમાં જ ચક્ષુદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમના નિધન બાદ પુત્ર દેવાંગભાઈ શાહ અને પરિવારજનોએ તેમની આ અંતિમ ઇચ્છાને સન્માન આપતાં ચક્ષુદાન કરાવવાનો નિર્ણય લીધો હતો. માહિતી