ગોધરા: મોરવા હડફ પોલીસે નાટાપુર ગામેથી સગેવગે કરાતો શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
મોરવા હડફ પોલીસે નાટાપુર ગામે છાપો મારી 91 કિલોગ્રામ શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે બાતમીના આધારે આરીફ અબ્દુલ રહીમના ઘરે છાપો મારી જાબીર ઉર્ફે બોડો મોહમ્મદ અલી, ઇન્દ્રિશ મજીદ રહીમ, કયુમ મજીદ રહીમ અને અજીત ઐયુબ સિવાને ઝડપી પાડ્યા હતા. તેઓએ મળીને બળદની કતલ કરી માંસને ડોલ અને પ્લાસ્ટિક થેલીઓમાં ભરી વેચાણની તૈયારી કરી હતી. પોલીસે માંસ, બાઈક, મોબાઈલ સહિત રૂ. 45,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. શંકાસ્પદ માંસ ગૌમાંસ છે કે નહીં તે માટે તપા