મોરવા હડફ: મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે તાલુકાના વિવિધ ગામોમાં ચાલી રહેલા નવરાત્રી પર્વમાં હાજરી આપી
મોરવા હડફ તાલુકાના વિવિધ ગામોમાં પણ નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ નવરાત્રી પર્વ નિમિતે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે લીમડી જિલ્લા પંચાયત સમાવિષ્ટના વિવિધ ગરબા મહોત્સવમાં હાજરી આપી માતાજીના દર્શન તેમજ આરતી કરી માતાજીની આરાધના કરી નવરાત્રી પર્વ ની ઉજવણી કરી હતી જેમ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા