ભારતીય જનતા પાર્ટી, કચ્છ જિલ્લો અને ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ના સંયુક્ત ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુરદેશી નેતૃત્વ હેઠળ અમલમાં આવેલ નેક્સ્ટ-જેન GST રિક્ષમ વિષયક પ્રબુદ્ધ સંમેલન ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે યોજાયું હતું. કાર્યક્રમનો હેતુ જનતા અને વેપાર જગતને સરકારના નવા આર્થિક સુધારાના લાભોથી અવગત કરાવવાનો તેમજ 'વન નેશન-વન ટેક્સ'ની નીતિને વધુ પ્રભાવશાળી રીતે સમજાવવાનો હતો.