માર્ગ સલામતી માસ અંતર્ગત આરટીઓ અંજાર દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે શ્રી નગાવલાડીયા પ્રાથમિક શાળા, ગળપાદર માધ્યમિક શાળા અને માથક પ્રાથમિક શાળામાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન આગામી મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના રાહવીર યોજના બાબતના સ્લોગન ધરાવતા પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી રમતની સાથે સાથે સુરક્ષાનો સંદેશ પણ ફેલાય.