પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં ઉતરાયણ અને વાસી ઉતરાયણના પર્વ દરમિયાન પ્રતિબંધિત ચાઈનીઝ દોરીએ અનેક લોકોને ઈજાગ્રસ્ત કર્યા હોવાની ઘટના સામે આવી છે. સરકાર દ્વારા ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં, આ જીવલેણ દોરીના કારણે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ઘાયલોનો ધસારો જોવા મળ્યો હતો. ગોધરા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાંથી મળતી માહિતી મુજબ ઉતરાયણ અને વાસી ઉતરાયણ એમ બે દિવસમાં કુલ ૧૨ લોકો ચાઈનીઝ દોરીથી ઈજાગ્રસ્ત થઈને સારવાર માટે આવ્યા હતા. મોટાભાગના ક