પાટણના કમલીવાડા ગામના બસ સ્ટેશન વિસ્તારમાં એક નકલી ડોક્ટર ઝડપાયો છે. આ શખ્સ મેડિકલ ડિગ્રી વિના ઊમિયાકૃપા નામની દુકાનમાં એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. બાલિસણા પોલીસે તેની ધરપકડ કરી છે.ઝડપાયેલા શખ્સનું નામ સંજયભાઈ બાબુભાઈ પટેલ (ઉંમર 40, કમલીવાડા, પાટણ) છે. તે કમલીવાડા બસ સ્ટેશન પર આવેલી ઊમિયાકૃપા નામની દુકાનમાં કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો.