શહેરા: શહેરામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરિય વિશ્વ વિદ્યાલય દ્વારા નશો છોડાવવાની પ્રતિજ્ઞા લેવાડાવામાં આવી
પંચમહાલ જિલ્લાના શહેરામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરિય વિશ્વ વિદ્યાલય દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સ્વદેશી ભારત અને નશા મુક્ત યુવા અભિયાન અંતર્ગત અનેક સ્કૂલોમાં અને બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો,જેમાં બ્રહ્માકુમારીના રતન દીદી દ્વારા ઉપસ્થિતોને નશા છોડાવવા માટેની પ્રતિજ્ઞા લેવાડામાં આવી હતી.