સર-ટી હોસ્પિટલના ગેટ પાસે મહિલાને જાનથી મારી નાખવાની ધમકી
Bhavnagar City, Bhavnagar | Jan 19, 2026
સર-ટી હોસ્પિટલના ગેટ પાસે મહિલાને જાનથી મારી નાખવાની ધમકી.ભાવનગર શહેરના વાલ્મીકીવાસમાં રહેતી પન્નાબેન લક્ષ્મણભાઈ સરધારાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે આરોપી મનહરભાઈ કાનજીભાઈ રાઠોડે જૂના કેસમાં કોર્ટમાં પોતાની તરફેણમાં જુબાની આપવા દબાણ કર્યું હતું. ફરિયાદીએ ઇનકાર કરતાં આરોપીએ ઉશ્કેરાઈ ગાળો આપી છરીના લીટા પાડી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે નીલમબાગ પોલીસે BNSની કલમ 352, 351(2) અને 351(3) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.