જેતપુર શહેરના દેરડી રોડ પર આવેલ ભાદર નદીના બેઠા પુલ પાસેના પાણીમાંથી એક યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સેવાભાવી લોકો અને પોલીસની મદદથી મૃતદેહને બહાર કાઢી તેની ઓળખ મેળવવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને સેવાભાવી લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. પાણીમાં તરતા મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતદેહ અજાણ્યો હોવાનું લાગી રહ્યું હતું, જેથી પોલીસે તેને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હ