ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશને નોંધાયેલ ગુનાનો આરોપી CNG રીક્ષા (GJ 23 AV 9665) લઈને ખંભાતના લાલ દરવાજા સર્કલ નજીકના વિસ્તારમાં આવેલ છે.જેથી ખંભાત શહેર સર્વેલેન્સ ટીમે મૂળ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના મોટી બોરુના અને હાલ બાવળા તાલુકાના ચિયાડા ખાતે રહેતા સુરેશભાઈ ધીરુભાઈ દેવીપુજકને ઝડપી પાડ્યો હતો. અને ગુનામાં ઉપયોગમાં લીધેલ 23 AV 9665 નંબરની CNG રીક્ષા પણ ઝડપી પાડી હતી.