મહુવા: ઓથા ગામે વરસાદી પાણીમાં કાર તણાઈ
મહુવા તાલુકાના ઓથા ગામ પાસે આવેલી ડોંગી નદીમાં વરસાદી પાણીના ભારે પ્રવાહ વચ્ચે એક કાર તણાઈ ગઈ હતી. જોકે આગળ નાળું આવી જતાં કાર વધુ આગળ વધી શકી નહોતી અને પાણીમાં જ અટકી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમની સતર્કતા અને સહયોગથી કારમાં સવાર લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ મશીનની મદદથી કારને પણ નદીમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે કારને નુકસાન પહોંચ્યું