ઠાસરા: વાડજમાં વેપારીએ ફોનમાં એપીકે ફાઇલ ખોલતા ખાતામાંથી 1.50 લાખ ઉપડી ગયા, પોલીસે તપાસ હાથ ધરી.
Thasra, Kheda | Sep 25, 2025 ગળતેશ્વરના વાડજમાં રહેતા વેપારી સાયબર ક્રાઇમનો લાઈનનો ભોગ બન્યો હોવાની ઘટના પ્રકાશમા આવી છે.ગામના ગ્રામ પંચાયતના ગ્રુપમાં આવેલી રાષ્ટ્રીયકૃત બેંકની એપીકે ફાઈલ ઓપન કરતાની સાથે જ બીજા દિવસે વેપારીના એકાઉન્ટમાંથી લાખ રૂપિયા ઉપડી ગયા હતા.આવા જ તપાસ કરતા અજાણ્યા શખ્સોએ પ્રથમ ગામના એક ડોક્ટરના મોબાઈલની હેક કરી તેમના અસોશીયલ મીડિયામાં રહેલા તમામ એકાઉન્ટમાં એપીકે ફાઈલ મોકલી હતી. સમગ્ર મામલે સેવાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.