સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ૧૦૪-ભાવનગર પૂર્વ વિસ્તારમાં પદયાત્રાનું આયોજન.સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત ૧૦૪-ભાવનગર પૂર્વ વિસ્તારમાં તા. ૨૧ નવેમ્બરનાં રોજ સાંજે ૪ વાગ્યે રૂપાણી સર્કલથી સરદાર સ્મૃતિ સુધી પદયાત્રા યોજાશે. મદદનીશ કલેક્ટરશ્રી પ્રતિભા દહિયા એ પ્રેસ કોન્ફરન્સમાં પદયાત્રાની રૂપરેખા રજૂ કરતાં જણાવ્યું કે પદયાત્રા શિવાજી સર્કલ, મોખડાજી સર્કલ, ઘોઘા સર્કલ, મહિલા કોલેજ, બોરડીગેટ, ગીતાચોક માર્ગે આગળ વધશે.