રાણપુર ના બોડીયા બરાનીયા ગામના અરવિંદ ભગવાનભાઇ ધોરાળિયાએ લીંબડી પો સ્ટે. 15 ડિસેમ્બર બપોરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ભાઇની સારવાર માટે અલ્ટો કાર લઈ જતાં હતાં તે દરમ્યાન સમલા નજીક સામેથી આવતી જીજે 27 ટીજી 1022 નંબર ની વેગનઆર કારે તેમની કારના આગળના ભાગે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેમની માતા અને બિમાર ભાઈ ને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા વેગનઆર કાર અકસ્માત કરી ભાગી છુટ્યા ની ફરિયાદ નોંધાવી છે.