લીંબડી શહેર આમ આદમી પાર્ટી ના આગેવાન નટુભા ઝાલા એ જણાવ્યું હતું કે લીંબડી રાજવી પરિવારે નગરજનો ના આરોગ્ય સુખાકારી ને ધ્યાને લઈ લીંબડી ની જનતા ને રામ રાજેન્દ્રસિંહ સિવિલ હોસ્પિટલ બનાવી અર્પણ કરી હતી. આ હોસ્પિટલ માં સરકારે લોકો માટે જેનરીક મેડિકલ સ્ટોર ચાલુ કરી આપ્યો હતો. પણ હોસ્પિટલ ના કેટલાક સ્થાનિક તત્વો ના કારણે જેનરીક ઔષધિ સ્ટોર નુ બાળમરણ થઇ ગયું હતું. આ જેનરીક મેડિકલ સ્ટોર શા માટે બંધ થયો એની તપાસ કરી પુનઃ ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી છે