અઠવાલાઇન્સ થી પોલીસ કમિશ્નર કચેરી સુધી કોંગ્રેસની "ડ્રગ્સ મુક્ત કેમ્પસ"ની કૂચ,કહ્યું,મુખ્ય આરોપીઓ સામે કડક કાર્યવાહી કરો
અઠવાલાઇન્સ થી પોલીસ કમિશનર કચેરી સુધી સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ, nsui અને યુથ કોંગ્રેસની "ડ્રગ્સ મુક્ત કેમ્પસ"ની કૂચ જોવા મળી હતી. ડ્રગ્સના સામાજિક દુષણ ને દૂર કરવા અને નશા ના કારોબાર સાથે જોડાયેલા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. અઠવાલાઇન્સ થી નીકળેલી વિશાળ રેલીમાં અંદાજિત 500 થી પણ વધુ લોકો જોડાયા હતા. હાથમાં બેનર અને પ્લે કાર્ડ સાથે ભારે નારેબાજી અને સૂત્રોચાર સાથે રેલી પગપાળા પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચી હતી.