લખપત: નિર્જન ટાપુ વિસ્તારમાં માદક પદાર્થ ચરસનું પેકેટ ઝડપાયું
Lakhpat, Kutch | Sep 16, 2025 લખપત તાલુકાના દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી સીમા સુરક્ષાદળની ટીમને બિનવારસુ હાલતમાં માદક પદાર્થ ચરસનું પેકેટ મળી આવ્યું હતું. રવિવારે જ્યારે બીએસએફની પેટ્રોલિંગ પાર્ટી હાજી ઈબ્રાહિમ ટાપુ નજીક દરિયાઈ વિસ્તારમાં પહોંચી ત્યારે આ પેકેટ મળી આવ્યું હતું. પ્રાથમિક અનુમાન મુજબ ચરસનું આ પેકેટ દરિયાઈ મોજા સાથે તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. બી.એસ.એફ.એ આ પેકેટને કબજે કરી વધુ કાર્યવાહી માટે નારાયણ સરોવર પોલીસ સ્ટેશનને જમા કરાવ્યું છે.