દહેગામ: દહેગામમાં થયેલ અપહરણ કેસમાં પોલીસે યુવતીને શોધી કાઢી: ASPએ આપ્યું નિવેદન
બે દિવસ અગાઉ દહેગામમાં યુવતીનું પિયરીયાઓ દ્વારા અપહરણ કર્યાના આક્ષેપ થયા હતા. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બુધવારે સાંજે 6 વાગે ASP આયુષ જૈનના જણાવ્યા મુજબ અપહરણ કેસમાં પોલીસે યુવતીને શોધી કાઢી છે. યુવતીએ પોલીસ સમક્ષ નિવેદન પણ આપ્યું હતું જેમાં પતિ તેને જબરજસ્તી રહેવા માટે ત્રાસ આપતો હતો પતિ સાથે ના રહે તો સ્યુસાઇડની ધમકી આપવામાં આવતી હતી.