મહુવા: મહુવા નેસવડ ચોકડી પર બે ભાઈ માર્બલ વેપારીઓ વચ્ચે ગ્રાહક મુદ્દે ઉગ્ર ઝઘડો, ધમકી બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલા નેસવડ ચોકડી વિસ્તારમાં માર્બલના વેપાર કરતા બે ભાઈઓ વચ્ચે ગ્રાહક મુદ્દે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ગ્રાહકને લઈને શરૂ થયેલો વાદવિવાદ થોડા જ સમયમાં ઝઘડામાં ફેરવાઈ ગયો હતો. આ દરમિયાન બંને પક્ષે એકબીજાને ગાળો આપતાં લાકડાના ધોકા સાથે ધમકી આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના આરોપો સામે આવ્યા છે. ઘટનાની જાણ થતા જ