શનિવારે દક્ષિણ ગુજરાતના વિવિધ બે કાર્યક્રમો પૂર્ણ કરી પરત સુરત એરપોર્ટ ફરેલા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું મૂળ બિહારવાસીઓ દ્વારા અભિવાદ અને સ્વાગત કરવામાં આવ્યું હતું.બિહારમાં nda ને મળેલી ભવ્ય જીત બાદ પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવેલ પીએમ મોદીનું અભિવાદન કરવા આ કાર્યક્રમ યોજાયો હતો.જ્યાં પીએમ મોદીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી તરીકે સૌ પ્રથમ ગુજરાતના લોકોએ મને જવાબદારી સોંપી હતી.ભારતનો વિકાસ જ અમારો મૂળ મંત્ર હતો.