લીંબડી પોલીસ સ્ટેશને પ્રોહિબિશન અંગે ની નોંધેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તાલુકાના નટવરગઢ ગામની સીમમાં વાડીએ ઓરડી માં બાતમી આધારે દરોડો પાડતા વ્હિસ્કી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ ૧૨ તથા બિયર ના ટિન નંગ ૪૦ એમ અને મોબાઇલ ફોન એમ કુલ રૂ. 24 હજારના મુદામાલ સાથે પ્રભુ ધુડા મેણિયા ને ઝડપી પાડ્યો હતો જ્યારે મેહુલ બળદેવ મેણિયા સ્થળ પર હાજર મળી ન આવતા પોલીસે મુદામાલ કબજે કરી ઉપરોક્ત બંને શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.