મોરબી: મોરબીમાં પરણીત યુવકે સગીર પ્રેમિકા સાથે ઝેરી દવા પીધી, પ્રેમિકાનું મોત
Morvi, Morbi | Sep 23, 2025 મોરબીના નેક્સસ સિરામિક નજીક વિસ્તારમાં ખુલ્લી જગ્યાએ એક પરણીત યુવકે તેની સગીર વયની પ્રેમિકા સાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ઘટના અંગે આસપાસના લોકોને થતા તેઓએ 108ની મદદથી બન્નેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા બન્નેને ગંભીર હાલતમાં આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી દરમિયાન સગીરાનું મોત થયું હતું જયારે યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.