થરાદ: અન્નદાતાઓ માટે "કૃષિ રાહત પેકેજ-૨૦૨૫" ની અરજીઓ આવતીકાલ, તા. ૧૧/૧૧/૨૦૨૫ના શરૂ થવા મુદે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ માહિતી આપી
અન્નદાતાઓ માટે "કૃષિ રાહત પેકેજ-૨૦૨૫" ની અરજીઓ આવતીકાલ, તા. ૧૧/૧૧/૨૦૨૫ ના રોજ સવારે ૧૧ વાગ્યાથી શરૂ થઈ રહી છે,જે માહિતી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે ક્લશ લવાણા જાહેર સમારંભમાં આપી હતી અને રજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીનો આભાર વ્યક્ત કર્યો હતો અને કમોસમી માવઠાનો માર ખાનાર ખેડૂતોએ સહાય માટે કઈ રીતે અરજી કરી શકાશે તે મુદે વિગતવાર વિસ્તૃત માહિતી આપી હતી