સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવને અર્પણ કરાયેલ પીતાંબરમાંથી વસ્ત્ર પ્રસાદ સેવાનો પ્રારંભ,જનરલ મેનેજરે કાર્યાલયથી આપી વિગતો
Veraval City, Gir Somnath | Sep 24, 2025
ભગવાન સોમનાથની પાવન ભૂમિ પરથી આસ્થા,સ્ત્રીસશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતનો એક નવો અધ્યાય લખાઈ રહ્યો છે.મહાદેવને અર્પણ થતાં પીતાંબર હવે માત્ર આસ્થાનું પ્રતીક નથી,પરંતુ દાદાના વસ્ત્રો ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બની રહ્યા છે.સોમનાથ ટ્રસ્ટની એક અનોખી પહેલ અંતર્ગત,આ પવિત્ર વસ્ત્રોમાંથી કલાત્મક અને આકર્ષક કુર્તા તૈયાર કરવામાં આવી રહ્યા છે.જનરલ મેનેજરે આપી સમગ્ર વિગતો