માળીયા: માળીયા મિયાણાના જસાપર ગામ ખાતેથી ટેન્કરમાંથી ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ, 44.76 લાખના મુદ્દામાલ સાથે ચાર ઝડપાયા...
Maliya, Morbi | Mar 24, 2025 માળીયા મિયાણા પંથકમાં અવાર નવાર કોલસો, ડીઝલ અને ગેસ ચોરીના બનાવ સામે આવે છે ત્યારે માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે જસાપર ગામ નજીક ટેન્કરમાંથી ડીઝલ ચોરવાની પેરવી કરતા ચાર શખ્સોને રૂ.30 લાખના ટેન્કર સહિત રૂ.44.76 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.