ગોધરા: ગોધરા વડોદરા હાઈવે નજીક ગંભીર રીતે ઘવાયેલ સાપને 'લાઇફ વિથ વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશન'ની ટીમે બચાવ્યો
ગોધરા-વડોદરા હાઇવે નજીક આવેલ એક ગેરેજની દુકાનમાંથી પ્લાસ્ટિકની રિંગમાં ફસાયેલા એક સાપને 'લાઇફ વિથ વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશન'ની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેને નવજીવન આપ્યું છે.મળતી માહિતી મુજબ, ગોધરા વડોદરા હાઇવે નજીક આવેલ એક ગેરેજની દુકાનમાંથી સાપ દેખાતા તુરંત 'લાઇફ વિથ વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશન'ને જાણ કરવામાં આવી હતી. ફાઉન્ડેશન ટીમના શાબાઝ શેખ અને રીશી ગુર્જર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સાપનું રેસ્ક્યુ કરીને જોતા જણાયું કે તેના શરીરન