જામનગર: લાખાબાવળથી દરેડને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર, લોકોએ સ્વયંભૂ ફાળો એકત્ર કરી સમારકામ કર્યું #jansamasya
લાખાબાવડથી દરેડને જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માત હાલતમાં હોવાથી સ્થાનિકો પરેશાન. વરસાદ બાદ રસ્તામાં મોટા ખાડા પડતાં વાહનચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો. આ માર્ગ પર લાખાબાવળ, દરેડ સહીતના આસપાસના ગામના લોકો દૈનિક અવરજવર કરતા હોય છે. સ્થાનિકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં રસ્તાનું કામ ન થતા, લોકોએ સ્વયંભૂ ફાળો એકત્ર કરી પોતે જ રસ્તાના રીપેરનું કાર્ય હાથ ધર્યું.