ખંભાળિયા: નગરપાલિકા ખાતે સ્વચ્છતા હિ સેવા અંતગત કાર્યક્રમ યોજાયો.
મહાત્મા ગાંધીજીના સ્વસ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાર્યભાળ સાંભળતા જ સાથે વર્ષ ૨૦૧૪થી સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરાવી હતી. જે અંતર્ગત આગામી તા.૦૨ ઓક્ટોબર સુધી "સ્વચ્છતા હિ સેવા અભિયાન" ૨૦૨૫નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે ખંભાળિયા નગરપાલિકા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ તકે જિલ્લા કેલકટર શ્રી રાજેશ તન્નાએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સ્વચ્છતાના આગ્રહી રહ્યાં છે.