બાતમીના આધારે સયાજીગંજ પોલીસે વાહન ચોર રાહુલ વાઘરીને ઝડપયો,રૂ. 50,000/- કિંમતનું વાહન જપ્ત
વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન મળેલી સંયુક્ત બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના વાહન ચોરીના ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અલકા મટનશોપ પાસેથી રાહુલ ઉર્ફે ટકલો વિષ્ણુભાઈ વાઘરી (રહે. પંડ્યા બ્રિજ ફૂટપાથ, વડોદરા) નામના ઇસમને શંકાસ્પદ સુપર સ્પ્લેન્ડર મોટરસાઇકલ (નં. GJ-06-QA-1573) સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસે વાહનના કોઈ કાગળો ન હોવાથી પોલીસે તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી, જેમાં તેણે આ બાઇક ત્રણેક દિવસ પહેલાં ભાયલી બસ સ્ટેશન પાસેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે રૂ. 50,000/- ની કિંમતનું વાહન કબ્જે કરી આરોપી વિરુદ્ધ BNSS કલમ 35(1)(ઇ) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#factfindernews #sayajigunjpolice #vadodara #vehicletheft #arrested