સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મુખ્ય માર્ગો સહિત વાયરમુક્ત બનાવવા માટે શહેરમાં અંડરગ્રાઉન્ડ વાયરીંગ ની પીજીવીસીએલ દ્વારા કામગીરી કરવામાં આવી છે ત્યારે આ કામગીરીની નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ આજે સાંજે 5:00 કલાકે મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન આગામી 45 દિવસમાં આ કામગીરી પૂર્ણ થશે તેવું પણ તેઓએ અધિકારી સાથે વાત કરતા જણાવ્યું હતું