પાલીતાણા: બાયપાસ સહિત વિસ્તારમાં રોડ બ્યુટીફિકેશન ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થયાના શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપો કરી નિવેદન આપ્યું
પાલીતાણા નગરપાલિકાના ભાજપ શાસિત સત્તાધીશોની અણઆવડત અને બેફામ ખર્ચની પોલ ખૂલી પડી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયાએ નગરપાલિકાના વિકાસના દાવાઓ સામે સવાલો ઉભા કર્યા છે. તેમના આક્ષેપ મુજબ, નિર્મળ ગુજરાત ફેઝ ટુ અંતર્ગત રોડ બ્યુટિફિકેશન માટે અંદાજિત ₹66.95 લાખ અને GVP યોજના હેઠળ બેસવા માટેના બાકડા અને કચરાપેટી માટે અનાજીત ₹11 લાખનો ધુમાડો કરવામાં આવ્યાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે