ભાભર: ખારા ગામે મીઠા જી.પં સીટનો સનેહમિલન અને આત્મનિર્ભર ભારત સંકલ્પ સભા રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિત માં યોજાઈ
ભાભર તાલુકાના ખારા મુકામે મહાકાળી માતાજીના પવિત્ર ધામ પર આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત મીઠા જિલ્લા પંચાયત દ્વારા આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં રાજ્યના મંત્રી અને વાવ વિધાનસભા ના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે ઉપસ્થિત રહી સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને આ અવસરે “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી”ના પવિત્ર સંકલ્પ સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રેરણા આપતાં સ્વદેશી વિચારધારાને જનમાનસ સુધી પહોંચાડવા સૌને આહ્વાન કરાયું હતું