નખત્રાણા: કાદિયામાં બે પુત્રે માતાની નીપજાવી હત્યા, PI એ વિગતવાર માહિતી આપી
કચ્છમાં હત્યાના બનેલા ઉપરાઉપરી બનાવો બાદ પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના નાના કાદિયા ગામના વાડી વિસ્તારમાં પુત્રોએ જ તેમની માતા હેમલતાબેન ડાયાલાલ પારાધી (જાગરિયા) (ઉ.વ. 40)ની હત્યા નીપજાવી હોવાનો બનાવ બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી છે. આડા સંબંધોના વહેમમાં પુત્રોએ આ ઘાતકી કૃત્યને અંજામ આપ્યો હતો.