વડોદરા પૂર્વ: હોમગાર્ડ જવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું
વડોદરામાં વડાપ્રધાન મોદીની મુલાકાત સમયે બંદોબસ્તમાં રહેલા હોમગાર્ડનું હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હતું. જે બાદ તેમના મૃતદેહને નિવાસસ્થાન લક્ષ્મીપુરા ગામ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં હોમગાર્ડ જવાનોએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપી હતી.