વડોદરા: માં અંબા ગરબા મહોત્સવ, લક્ષ્મી પુરા વિસ્તાર માં આપ પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા
વડોદરા શહેર ના લક્ષ્મી પુરા વિસ્તાર માં આવેલ સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ, અને વિરેન રામી દ્વારા વિસ્તાર ના યુવાનો તથા યુવતી ઓ ને પોતાના ઘર આંગણે ગરબા ઘુમવામાં સરળતા રહે અને ખર્ચો કર્યા વગર ગરબે ઘૂમી શકે તે પ્રકારે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નિઃશુલ્ક ગરબા મહોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મોટી સંખ્યામાં વિસ્તાર ના યુવાનો તથા યુવતી ઓ અને બાળકો એ ગરબા ની રમઝટ બોલાવી હતી, માં અંબા ગરબા મહોત્સવ મા ગુજરાત પ્રદેશ AAP ના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા.