પુણા: ડીંડોલી પોલીસ ચોપડે નોંધાયેલા એનડીપીએસના ગુનામાં ફરાર આરોપીની બે માસ બાદ પોલીસે કરી ધરપકડ
Puna, Surat | Nov 3, 2025 એન ડી પી એસ ના ગુનામાં ફરાર આરોપી ડીંડોલી પોલીસના હાથે ઝડપાયો છે. બે મહિના અગાઉ ડીંડોલી પોલીસ દ્વારા ગાંજા ના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની પૂછપરછ માં જતીન કાંતિલાલ વ્યાસ નું નામ સામે આવ્યું હતું. જે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. દરમિયાન આ ગુનામાં ફરાર આરોપી ડીંડોલી વિસ્તારમાં ફરી રહ્યો હોવાની માહિતી મળતા પોલીસે જતીન કાંતિલાલ વ્યાસને સોમવારના રોજ સમી સાંજે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.