પુણા: નાયબ મુખ્યમંત્રીનો ગુરુવારે 41 મો જન્મદિવસ,સુરતના ઉદ્યોગપતિએ 41 શિક્ષણ,જાગૃતતા અને સુરક્ષા સંબંધિત પુસ્તકોનું કરશે વિતરણ
ગુરુવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો 41 મો જન્મદિવસ છે. તેમના આ જન્મદિવસ ને સેવા કે પ્રવૃત્તિ સાથે જોડવાનો પ્રયાસ શહેરની સામાજિક સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ગુરુવારે સુરતના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈ દ્વારા નાયબ મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે 41000 જેટલી શિક્ષણ જાગૃતતા અને સુરક્ષા સંબંધિત પુસ્તકોનું નિશુલ્કપણે વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.પુસ્તક દ્વારા સાયબર ફ્રોડ અંગે લોકોને જાગૃત કરવામાં આવશે.