ભારતીય સંસ્કૃતિના નારીને શક્તિ અને મમતાનું પ્રતિક માનવામાં આવ્યું છે. નારી એ સમાજની આધારશિલા છે. સમયની સાથે ભારતીય નારીની સ્થિતિમાં અનેક પરિવર્તનો આવ્યા છે. આજે તે દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. દરેક નારીના આ સ્વરૂપને પ્રવાહિત કરવાના ઉદ્દેશ્યથી 'સપ્તશક્તિ સંગમ' મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સમગ્ર સ્ત્રીશક્તિને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ છે.