અંજારના મોટી નાગલપર પેટ્રોલ પંપ પાસે બોલેરો હડફેટે માતા-પુત્ર ઘવાવા હતા. ફરિયાદી મોટી ખેડોઈમાં રહેતા દિનેશભાઈના જણાવ્યા પ્રમાણે બોલેરો ના ચાલકે પૂર ઝડપે ગાડી ચલાવી ફરિયાદીના ભાણેજની બાઈક ને સામેથી ટક્કર મારતા ફરિયાદીના બહેન તથા બન્ને ભાણેજને ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.