પલસાણા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા તે દરમ્યાન પોલીસ ઇન્સપેકટર બી. ડી. ઝીલરીયા, હેડ કોન્સ્ટેબલ અમૃતભાઇ ધનજીભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ ગંધુભાઇને બાતમી હકીકત મળેલ કે, “ દુર્ગા કોલોની ફળીયામાં રહેતો આકાશ ઉર્ફે લાલુ ઉકડભાઇ રાઠોડ નાઓએ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના ઘરના વાડાના ભાગે સંતાડી રાખેલ છે.” જે આધારે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા દારૂની બોટલો નંગ 984 જેની કિંમત રૂપિયા 2,60,160 નો મુદ્દામાલ જપ્ત કર્યો