ધરમપુર: પોલીસે ભાંભા ગામ બારસોલ ફાટક પાસેથી એક કારમાં લઈ જવાતો 3,10,320નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
બુધવારના 1:45 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ ધરમપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી.પોલીસની ટીમે ભાભા ગામ બારસોલ ફાટક પાસે બાતમી વાળી કારની વોચ ગોઠવી હતી. ચાલક કાર આગળ હંકારી મૂકી અને રોડની સાઈડ એ કાર મૂકી ઘટના સ્થળેથી ચાલક અને ક્લીનર ફરાર થઈ ગયા હતા. કારમાં તપાસ કરતા 936 નંગ વિદેશી દારૂ જેની જેની કિંમત 3,10,320 અને કારની કિંમત 10 લાખ મળી કુલ 13,10,320 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ફરિયાદ દાખલ કરી હતી.