ખંભાત: વાડોલા ગામની પરણિતા 11 વર્ષની પુત્રી સાથે ગુમ થતા પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી.
Khambhat, Anand | Dec 22, 2025 ખંભાત તાલુકાના વાડોલા ગામમાં રહેતી અંબિકાપુરા ભાથીજી મંદિર પાસે રહેતી પરણીતા સંગીતાબેન રમેશભાઈ સોલંકી (ઉ.વ. 38) ગત 19મી તારીખના રોજ 11 વર્ષની પુત્રીને લઈને ઘરેથી કોઈને કાંઈપણ કહ્યા વિના ક્યાય ગુમ થઈ ગઈ છે. લાગતા વળગતા તમામને ત્યાં શોધખોળ કરી પરંતુ તેણીનો કોઈ પતો લાગ્યો નથી. આખરે તેણીના પતિએ ખંભાત ગ્રામ્ય પોલીસે મથકે ફરિયાદ આપતાં પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે.