જામનગર શહેર: વિક્ટોરિયા પુલ પાસે ફ્લાય ઓવરબ્રિજની કામગીરીને પગલે આજરોજ એક તરફનો વાહન વ્યવહાર બંધ કરાયો
સૌરાષ્ટ્રના સૌથી મોટા જામનગરના ફ્લાય ઓવરબ્રિજનું કામ પૂર્ણતાના આરે, વિક્ટોરિયા પુલ પાસે ફ્લાય ઓવરબ્રિજની કામગીરીને પગલે આજરોજ એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો, એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવતા વાહનચાલકોને પણ હાલાકી ભોગવી પડી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે સ્થળ પર ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીઓ પણ ફરજ પર રાખવામાં આવતા ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહી છે.