મહુવા: મહુવામાં ડૉ. કનુભાઈ કલસરિયાનો રાજકીય દમખમ: 700 કાર્યકર્તાઓ સાથે સદભાવના મંચ પરથી ચૂંટણીનું રણશિંગું ફૂંક્યું
મહુવા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય ડૉ. કનુભાઈ કલસરિયાએ સદભાવના મંચના બેનર હેઠળ ચૂંટણી મેદાનમાં ઉતરવાનું એલાન કરતા રાજકારણમાં નવી ચહલપહલ સર્જાઈ છે. આજરોજ વડલી સ્થિત સદભાવના હોસ્પિટલ ખાતે મહુવા તાલુકાના 118 ગામોમાંથી અંદાજે 700 જેટલા કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. બેઠક દરમિયાન આવનારી