મુળીના સરા ગામમાં એક સગીર બાળકના સ્કૂલ બેગમાંથી દેશી દારૂનો જથ્થો મળતાં ભારે ચકચાર મચી ગઈ હતી. સ્થાનિકોએ મળેલ દારૂ સરા પોલીસ આઉટ પોસ્ટમાં સોંપ્યો હતો. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે પોલીસ આઉટ પોસ્ટમાં જ રાખવામાં આવેલ દેશી દારૂ મહિલા બુટલેગર લઈ ફરાર થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો અને સરા આઉટ પોસ્ટ ખાતે એક દિવસનું આંદોલન કરવામાં આવ્યું. સ્થાનિકોએ બૂટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.