ભરૂચ: સર્વે:ભરૂચમાં 106 ટીમો પાંચ દિવસમાં અસરગ્રસ્ત 655 ગામોમાં સર્વે કરશે
ભરૂચ જિલ્લામાં પડેલા માવઠાને કારણે ડાંગર, સોયાબીન, કપાસ સહિતના પાકને નુકસાન થતા ખેતીવાડી વિભાગે 31 ઓક્ટોબર થી સર્વે શરૂ કર્યું છે. જેમાં બે દિવસમાં 6 હજાર હેક્ટર વિસ્તારમાં સર્વે કરી દેવામાં આવ્યો છે. આગામી પાંચ દિવસમાં ખેતીવાડી વિભાગની 106 જેટલી ટીમો સર્વેની કામગીરી પૂર્ણ કરશે.ખેતીમાં નુકસાન માટે સર્વેની સૂચના બાદ જિલ્લા ખેતીવાડી વિભાગે 31 ઓક્ટોબર થી ખેતી પાકમાં થયેલ નુકશાની માટે સર્વેની કામગીરી શરૂ કરી છે.